Paripatro

 એલટીસી બાબતે સરળ સમજૂતી નીચે મુજબ છે..

✔️ જેને એલ.ટી.સી બ્લોક 2016- 19 નો લાભ લીધેલ છે તેમને મળવાપાત્ર નથી

 ✔️ ૧૯૮૯ પછી નોકરી માં દાખલ થયેલ   શિક્ષકોને બેથી વધુ સંતાન હોય તો  તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર નથી

✔️જે શિક્ષકોને એલટીસી બાબતે અગાઉ સજા થઈ હોય તો તેમને આ લાભ મળવાપાત્ર નથી

✔️31.12.2018 પહેલા ફુલ પગાર મળ્યો હોય તેવા શિક્ષકોને આ લાભ મળવાપાત્ર છે 

✔️ ૫૦૦ રૂપિયા કરતાં ઓછી  વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિ જ આશ્રિત ગણી શકાય..

✔️ એલટીસીનો લાભ ૪ વ્યક્તિ સુધી મળી શકે છે આ ચાર વ્યક્તિ એક કર્મચારી પોતે અને અન્ય ત્રણ તેને આશ્રિત હોવા જોઈએ.

✔️ પતિ-પત્ની બંને સરકારી કર્મચારી હોય તો પણ તેમને એલટીસીનો લાભ મળવાપાત્ર છે

✔️ એલ.ટી.સી.માં જનારની સેવાપોથી માંથી 10 રજા ઉધારવામાં આવે છે..

✔️ આ  દસ રજાનુ છઠ્ઠા પગાર પંચ મુજબ રોકડ માં રૂપાંતર આપવામાં આવે છે..

✔️ જે કર્મચારી ને કુટુંબ માં   ૪ વ્યક્તિ હોય તો 4* 6000 =24000

રૂપિયા મળવાપાત્ર છે ... 

જે વ્યક્તિ ને કુટુંબમાં  3 વ્યક્તિ છે તેમને 3*6000=18000

મળવા પાત્ર છે...

24000 થી વધુ કોઈ સંજોગો માં મળી શકે નહિ..

✔️ એટલે કે 24000 + 10 દિવસ નો પગાર મળવાપાત્ર છે..

✔️ આ રકમ તો જ મળવા પાત્ર છે જો 10 દિવસ ના પગાર જેટલું ખરીદી નું બિલ હોય તેમજ 24000*3=72000 

ની ખરીદી નું બિલ હોય..

✔️આ બિલ માં 12% કરતા વધુ જીએસટી કપાયેલ હોવુ જોઇએ

✔️આ રકમ ની ચુકવણી રોકડ માં થયેલ ન હોવી જોઈયે

✔️બિલ માં કાપેલ 12% જીએસટી બિલ વાળી પેઢી  કે દુકાન જો જીએસટી ભરે તો જ આ રકમ મળવા પાત્ર છે..કોઈ ફ્રોડ જીએસટી નંબર ધરાવતી પેઢી ના બિલ પરથી એલ.ટી.સી ની રકમ મળી શકે નહિ..

✔️ટોટલ રકમ નું એક જ બિલ હોય તો ચાલે

✔️ટોટલ રકમ ના અલગ અલગ બિલ હોય તો પણ ચાલે

✔️બિલ માં નામ જે તે કર્મચારી નું જ હોવું જોઈએ..

✔️ સવ પ્રથમ તાલુકા માં અરજી કરવી..આ અરજી *sasમાંબનાવીને* મૂકવામાં રહેશે..એની સાથે ક્યાં documents જોડવા તે પણ અરજી માં લખેલ હશે..

✔️રેશનકાર્ડ ફરજિયાત હશે..તેમાં તમામ ના નામ હોવા જરૂરી છે..18 વર્ષ કરતા મોટી ઉમર ના બાળકો હોય તો સંપૂર્ણ આશ્રિત હોવા જોઈયે..એ બાબત નું લખાણ અરજી સાથે રજૂ કરવું...

✔️કર્મચારીની અરજી ના આધારે તાલુકા માંથી એલ ટી સી મંજૂરી નો આદેશ  કરવામાં આવશે..

✔️ ખરીદી નું બિલ આ આદેશ ની તારીખ 22.12.20 પછી નું અને 31.3.21 પેલા નું હોવું જોઈએ.

✔️રજા રોકડ નો લાભ લેવો ફરજિયાત છે

✔️કોઈ વ્યક્તિ ને કુટુંબ ના 4 વ્યક્તિ હોય તો તેને 4*6000=24000 મળવા પાત્ર થાય જો તે 72000 ની ખરીદી કરે ...

પણ તેની ખરીદી 72000 કરતા ઓછી હોય , ધારો કે 30,000 ની હોય તો 10,000 એટલે કે ખરીદી ની રકમ નો તીજા ભાગ ની રકમ મળવા પાત્ર છે...

✔️જરૂર પડશે તો અસલ બિલ મગવવામાં આવશે..

✔️ બેંક સ્ટેટમેન્ટ અથવા બેંક પાસ બુક ની નકલ ખાસ રજૂ કરવી પડશે..જેથી ખરાઈ કરી શકાય કે ડિજિટલ payment થયેલ છે.

✔️હિસાબી વાળા મિત્રો સાથે ચર્ચા કર્યા બાદ ઓડિટ પારા ન આવે તે રીતે ની આ સૂચના છે...

✔️આ એલ. ટી.સી. ફરવા જવાનું નથી..

✔️દસ દિવસ ની રજા સર્વિસ બુક માંથી ઓછી થાય પણ શાળા માં તો આવવું જ પડે.. ઘણા મિત્રો એવું માને કે ૧૦ દિવસ રજા ...પણ આવી કોઈ રજા મળવા પાત્ર નથી...રજા રોકડમાં મળે છે એટલે રજા ઓછી થાય છે..


બીજી તમામ માહિતી અને પરિપત્રો એલટીસી ને લગતા નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી શકો 

https://bit.ly/LTC-ALL

No comments:

Post a Comment

MY PAGE

        ગુજરાત રાજ્યમાં કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીના શિક્ષણને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં...